આધ્યાત્મિક માર્ગદર્શક

Dr. Bharatgiri Bapu

Dr. Bharatgiri Bapu

  • Palmist
  • Numerologist
  • Vastu Visharad

પૂજ્ય ડૉ. ભરતકુમાર પ્રભુદાસ પ્રજાપતિ એક આદર્શ શિક્ષકના પુત્ર છે અને તેમણે પોતાનું સમગ્ર જીવન સમાજ સેવા, આધ્યાત્મિકતા તથા માનવ કલ્યાણ માટે સમર્પિત કર્યું છે.

ડિપ્લોમા ઇન ફાર્મસીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે વર્ષ 1991માં જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં સરકારી ફાર્માસિસ્ટ તરીકે પોતાની સેવા શરૂ કરી. વર્ષ 1991 થી 2004 દરમિયાન તેમણે રાજકોટ જિલ્લાના માલિયા (મિયાણા) તાલુકાના ખાખરેચી ગામે સેવા આપી. ત્યારબાદ વર્ષ 2004માં તેમની બદલી મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાંછા ગામે થઈ, જ્યાં તેમણે વર્ષ 2021 સુધી સરકારી ફાર્માસિસ્ટ તરીકે પોતાની નિષ્ઠાપૂર્વક સેવા આપી.

વર્ષ 2021માં તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ (Self Retirement) લઈને પોતાનું સમગ્ર જીવન સમાજ સેવા અને આધ્યાત્મિક કાર્ય માટે સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો. આ પવિત્ર ભાવનાથી તેમણે દત્ત દરબાર આશ્રમ, પાંછાની સ્થાપના કરી.

પૂજ્ય બાપુજીએ વર્ષ 1991થી સતત અનેક સમાજસેવાના કાર્યો કર્યા છે, જેમ કે:

  • અનાથ અને આર્થિક રીતે નબળા બાળકોને શિક્ષણમાં સહાય પૂરી પાડવી.

  • ગર્ભવતી મહિલાઓને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવવો.

  • ગ્રામ્ય વિસ્તારોના નિરાધાર શ્વાનોને ભોજન અને સેવા આપવી.

  • જરૂરિયાતમંદ લોકોને માર્ગદર્શન અને સહયોગ આપવો.

સમાજ સેવાની સાથે સાથે પૂજ્ય બાપુજીએ જ્યોતિષ વિજ્ઞાનનો પણ ઊંડો અભ્યાસ કર્યો છે. તેમણે જ્યોતિષ અલંકાર, જ્યોતિષ ભૂષણ, જ્યોતિષ રત્ન, જ્યોતિષ વિશારદ જેવી પ્રતિષ્ઠિત ઉપાધિઓ પ્રાપ્ત કરી છે તેમજ જ્યોતિષ વિષયમાં પી.એચ.ડી. પૂર્ણ કરી છે. તેઓ પોતાના જ્ઞાન અને આધ્યાત્મિક અનુભવ દ્વારા અસંખ્ય લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે.

આજે પણ પૂજ્ય બાપુજી સેવા, આધ્યાત્મિકતા અને માનવ કલ્યાણના માર્ગે અવિરત કાર્ય કરી રહ્યા છે અને “માનવ સેવા એ જ માધવ સેવા” ના આદર્શ સાથે સમાજના સર્વાંગી કલ્યાણ માટે સમર્પિત છે.

પ્રમાણપત્રો

પુરસ્કારો અને સન્માન

Guest of Honour award presented at the 57th Astrological Convention

Guest of Honour award presented at the 57th Astrological Convention

2016

Asia Pacific Intellectual Achievement Award

Asia Pacific Intellectual Achievement Award

2017

Indian Achiever Award, 12th Astrology Vastu Conference

Indian Achiever Award, 12th Astrology Vastu Conference

2017

Lord Jagannath Award, 9th Vibrant Astrology Conference

Lord Jagannath Award, 9th Vibrant Astrology Conference

2016

Manav Ratna Award (Human Gem Award)

Manav Ratna Award (Human Gem Award)

2018

Astromeet Recognition Award — 3rd Eye Spiritual Research Foundation

Astromeet Recognition Award — 3rd Eye Spiritual Research Foundation

2016

Datashri Samman – Shri Panchdev Patotsav Mahotsav

Datashri Samman – Shri Panchdev Patotsav Mahotsav

2023

Astro Meet Appreciation Award – 3rd Eye Spiritual Research Foundation

Astro Meet Appreciation Award – 3rd Eye Spiritual Research Foundation

2016